સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ શરૂ

0

જૂનાગઢની ખુબ જ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંબિકા ચોક ખાતેથી સત્યમ સેવા યુવક મંડળના હોલમાં વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ ચાલુ થયેલ છે. જ્યાં સુધી ચોપડાનો સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ સાંજના ૬ થી ૮ ના સમય દરમ્યાન ચોપડાનું વિતરણ કરવામાં આવશે જેની નોંધ લેવી. આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં મહાસાગર ટ્રાવેલ્સના એમ.ડી. કાળુભાઈ સુખવાણી તથા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રના માલિક અભિભાઈ કાતિર્કભાઇ ઉપાધ્યાય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે મહેમાનનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં લોકસાહિત્યકાર સમુદાનભાઈ ગઢવી, જલારામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટ તથા માંગરોળના સેવાભાવી નરસિંહભાઈ ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, શાંતાબેન બેસ, દયાબેન માણેક, સરોજબેન જોશી, પ્રવીણભાઈ જોષી, ચંપકભાઈ જેઠવા તથા મનોજભાઈ સાવલિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો સહયોગ આપેલો હતો.

error: Content is protected !!