જૂનાગઢમાં ચીતાખાના ચોક પાસે રહેતો વાહીદ હસનભાઈ પંજા રાત્રે તેના ઘરની બાજુમાં આવેલ સમોસાની લારી પાસે ઊભો હતો ત્યારે ધારાગઢ દરવાજા પાસે રહેતો શકીલ ઉર્ફે કાળોએ બાઈક ઉપર આવી મને પૈસા આપ તેમ કહ્યું હતું પરંતુ વાહિદે પૈસા આપવાની ના પાડતા જેનાથી ઉશ્કેરાઈ જઈને યુવક ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. પોલીસે હુમલાખોર સામે કાર્યવાહી કરી હતી. જયારે અન્ય એક બનાવમાં જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે રહેતા માધાભાઈ રાજાભાઈ બગડા નામના વૃદ્ધના પુત્ર બાબુભાઈ પાડોશમાં રહેતા રાજેશ મૂળજીભાઈ રાઠોડના ઘરે રિક્ષા ભાડાના પૈસા લેવા ગયો હતો ત્યારે તેની સાથે ઝઘડો કરતાં માધાભાઈ ત્યાં જતા રાજેશ રાઠોડ તથા તેના પુત્ર હાર્દિક અને પત્ની હેતલબેને પિતા, પુત્રને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ થતા તાલુકા પોલીસે ત્રણેય વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.