જ્વેલર્સનું રૂપિયા ૯૧ લાખનું સોનું બારોબાર વેચી નાંખનાર મેનેજરને જામીન ન મળ્યા

0

જૂનાગઢની જ્વેલર્સ પેઢીના ૯૧ લાખના કાચા સોનાનાની ઉચાપત કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં પેઢીના મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઇ વાઘેલા (ઉ. ૨૫) સામે ગુનો નોંધાયા બાદ તે જેલમાં છે. તેણે પોતાની જામીન અરજીમાં એવી દલીલ કરી હતી કે, પોતાની સામે ખોટી ફરિયાદ થઇ છે. પોતાની સામે ગુનો બનતો ન હોવા છતાં રાગદ્વેષ રાખીને સંડોવી દીધો છે. કહેવાતો મુદ્દામાલ કારીગરોને દાગીના બનાવવા આપ્યો હતો. પણ તે કારીગરો પાસેથી પરત આવ્યો નથી. આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે, આરોપીએ તેણે પેઢીના સોફ્ટવેરમાં પોતાની નીચે કામ કરતા કારીગરોના નામે ખોટી એન્ટ્રીઓ કરી પેઢીના સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીનો સ્ટોક બતાવી રૂા. ૯૧ લાખની કિંમતનું ૧૨૮૨ ગ્રામ કાચું સોનું બીજા આરોપીઓને વેચવા આપી દીધું હતું. સોનુ તેના એકાઉન્ટમાં પેન્ડિંગ બોલે છે. ફરિયાદી તેના પર વિશ્વાસ રાખતા હતા. ઓડિટ પણ કર્યું હતું. ચેકીંગ કરતાં લાખ્ખો રૂપિયાનું ફ્રોડ ધ્યાને આવેલ છે. તપાસ થતા કોમ્પ્યુટર એન્ટ્રી તાત્કાલિક બદલી દીધી હતી. આરોપી સામેની તપાસ બાકી છે. તેમના લોકરમાંથી પૈસા મળી આવ્યા છે. આથી છઠ્ઠા એડીશ્નલ સેશન્સ જજ આર. ડી. પાંડેએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ ગુનામાં કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દિપસિંહભાઇ નકુમ(ઉ. ૨૫, રે. ભુવાટીંબી, તા. સુત્રાપાડા) અને ભૌમિક મહિપતભાઇ પરમાર (ઉ. ૩૪, રે. દિપાંજલી-૨, જૂનાગઢ) એ પણ જુદી જુદી જામીન અરજીઓ કરી હતી. જેને પણ કોર્ટે ફગાવી દીધી હતી.

error: Content is protected !!