ગણેશ સહિતના આરોપીઓના કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા પોલીસે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે અને વધુ તપાસ માટે કોર્ટ પાસે આરોપીઓની પુછતાછ માટે મંજુરી માંગી હતી. જે અંગે કોર્ટે આરોપીઓની જેલમાં જ રહીને સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી પુછતાછ કરવાની મંજુરી આપવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા જેલમાં ગણેશ સહિતના આઠ આરોપીઓની કેસના કામે પુછતાછ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ કે, ફરિયાદીનો નગ્ન વિડીયો ઉતારી માફી મંગાવવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે તો તે મોબાઈલ કોનો હતો અને મોબાઈલ કયાં છે તે અંગે હવે આરોપીઓના મોબાઈલ અને કપડા કબ્જે કરવા માટે પોલીસે વિગતો મેળવીને તે મોબાઈલ કબ્જે લેવામાં આવશે. જેલમાં પંચોની હાજરીમાં મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવશે.