બિલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉન ઉપર દરોડો : ૪ હજાર કિલો ચોખા, ૧૭,૪૯ર કિલો ઘઉં કબ્જે કર્યા

0

જૂનાગઢ જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા સરકારી અનાજના ગોડાઉન ઉપર તવાઈ ફરમાવી વ્યાપક પ્રમાણમાં દરોડા પાડતા પાદરીયા બાદ બિલખામાંથી ગેરકાયદે સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે. તંત્રએ ચોખા ૪ હજાર કિલો, ઘઉં ૧૭,૪૯ર કિલો અને બે બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂા.૪,૮૬,૯૮૪ લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાને મળેલી બાતમીના આધારે કેટલાક ઈસમો જીલ્લામાં વ્યાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયા બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. તે સબબ નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રિક્ષા પકડી તેના આધારે પાદરીયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતા અને પ.૩૭ લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સિઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઉંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્ર બિંદુ બિલખા હોવા અંગેની માહિતી મળી હતી. આથી બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે વ્યાપક દરોડા પાડયા હતા. આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતા ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને અનાજના જથ્થા બાબતે પુછપરછ કરતા કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યા ન હતા અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબુલાત આપી હતી. જે પૈકી ગોડાઉન ધારક અલારખા બોદુભાઈ મોદીની પાસેથી ઘઉ ૧૧૬ બોરી, ૬૪૯ર કિલો કિં.રૂા.૧,૬૮,૭૯ર અને ચોખા ૭૦ બોરી ૪૦૦૦ કિલો કિંરૂા.૧,પ૩,૧૯ર એમ મળી કુલ ૩,ર૧,૯૮૪નો જથ્થો અને ઈમ્તીયાઝ સતારભાઈ કાળવતરના ગોડાઉન ખાતેથી ઘઉ રર૦ બોરી, ૧૧,૦૦૦ કીલો કિં.રૂા.૧,૬પ,૦૦૦ તથા અનાજના અવશેષો વાળા બે પીકઅપ બોલેરો સહિતના મુદ્દામાલને સિઝ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!