જૂનાગઢમાં કેરીના ભાવ ગગડયા : સિઝન પ્રારંભે રૂા.રપ૦૦ થી ૩૦૦૦ના અત્યારે ૬૦૦થી ૮૦૦

0

ચોમાસું હવે નજીકમાં જ છે અમુક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાતાવરણની સૌથી વધુ અસર કેરી ઉપર પડી હોવાનું જાેવા મળે છે. ખાસ કરીને જૂનાગઢ પંકથમાં કેરીના ભાવ સતત ઘટી રહ્યા છે. જેનું મુખ્ય કારણ વરસાદ છે. આ વર્ષે કેરીની સિઝન શરૂ થ તે સમયે ભાવ ૩૦૦૦થી વધુ થયા હતા જયારે હવે સિઝનના અંતે ભાવ ગગડીને ૬૦૦ થી ૮૦૦ સુધી આવી ગયા છે. આ વરસાદની સિઝનમાં અને આગાહીના કારણે કેરીના ભાવમાં મોટાપાયે ઘટાડો આવવાથી વેપારીઓને મુશ્કેલી વધી હોય તેવું જાેવા મળે છે. આ વર્ષે આંબામાં મોડા મોર અને ગ્લોબલ વોર્મિંગના કારણે પણ આંબામાં કેરી મોડી આવી હતી. જેના કારણે કેરી રસીયાઓને કેરી માટે રાહ જાેવી પડી હતી. જયારે ગત વર્ષે કરતા આ સિઝન ર૧ દિવસ જેટલી વહેલી પુરી થઈ જતા કેરી રસીયાઓમાં ભારે નિરાશા વ્યાપી ચુકવા પામી છે. જયારે કેસર કેરીનું કેન્દ્ર ગણાતું તાલાળા ગીરમાં કેરી હવે અંતિમ તબક્કામાં છે. અહીયા શરૂઆતમાં કેરીની ઓછી આવક થયા બાદ સમય જતા આવકમાં વધારો નોંધાયો હતો. જાે કે, આ વર્ષે વાતાવરણમાં બદલાવને કારણે આવકમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે કેરીની સિઝન ૬૩ દિવસ સુધી ચાલી હતી અને આ વર્ષે માત્ર ૪૮ દિવસમાં જ કેરીની સિઝન પુરી થવા પામી છે. તો ખેડૂતોને ઓછા ઉત્પાદનની સાથે સાથે કેરીના ઓછા ભાવ મળતા પણ ખેડૂતોમાં નિરાશા જાેવા મળી રહી છે. આ વર્ષે કેરીની સિઝન શરૂઆત સમયે ભાવ રપ૦૦થી ૩૦૦૦ જેટલા પહોંચ્યા હતા તો હાલ ભાવ ગગડીને ૬૦૦થી ૮૦૦ સુધી આવીને રહી ગયા છે.

error: Content is protected !!