જૂનાગઢ શહેરમાં જાેષીપરા અંડરબ્રીજથી નારાયણ ચોક સુધી ૪ મહિના પહેલા લાખોના ખર્ચે બનેલા સીસીરોડમાં સિમેન્ટ અને કાકરીઓ નિકળી ગઇ છે. એવું લાગી રહ્યું છે કે આ રોડની આયુષ્ય માત્ર ૪ મહિનાની જ હતી. આવી નબળી કામગીરીને લઇને વેપારીઓ, લોકોમાં રોષ ઠાલવાયો છે. અગ્રાવત ચોક ઉપરના વેપારીઓએ જણાવ્યુ કે, ૪ મહિના પહેલા જ આ રોડની કામગીરી કરવામાં આવી છે. આવા ટુકા સમયગાળામાં જ અહીં ઠેર- ઠેર કાકરીઓ નિકળી ગઇ છે. હજુ આ રોડ એક ચોમાસુ પણ લોકોને કામમાં આવ્યો નથી ને માત્ર ૪ મહિનાના ટૂકા સમયમાં રોડની આવી દશા જાેવા મળી રહી છે. કાકરીઓ નિકળી જવાથી વાહનો સ્લીપ થવાની ભિતી સેવાય રહી છે. ગણતરીના દિવસોમાં વરસાદ આવી જશે. આ રોડમાં વરસાદ પડવાથી લોકોને પહેલા ચોમાસામાં જે સ્થિતિ હતી તેવી રોડ બની જવા છતા રહેશે તેવુ લાગી રહ્યુ છે. કામમાં પણ નગરસેવકોએ મીલીભગત અને પ્રજાના પૈસાનુ પાણી કર્યુ હોય તેવુ લાગે છે. હલકી ગુણવત્તા વાળી કામગીરી સામે અગ્રાવત ચોકના વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ છવાયો છે. શહેરમાં ઠેર- ઠેર સીસીરોડની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ રોડ કેટલા ખર્ચે બન્યો, કોન્ટ્રાકટરનુ નામ, રોડની આયુષ્ય કેટલી સહિતની વિગતો સાથેનો સાઇન બોર્ડ મુકવામાં આવતા નથી. અગાઉ સ્વ. ધીરૂભાઇ ગોહેલ મેયર હતા ત્યારે શહેરમાં જ્યાં- જ્યાં રોડની કામગીરી થાય તેમાં કેટલા ખર્ચે રોડ બન્યો, કોન્ટ્રાકટરનું નામ શું ?, તેના ફોન નંબર, કેટલા પ્રમાણમાં ક્યુ મટીરીયલનો વપરાશ થયો, કેટલા સમયગાળા સુધી રોડનુ આયુષ્ય છે તે તમામ વિગત સાથેના સાઇન બોર્ડ મારવાનુ નક્કી થયુ હતુ. પરંતુ મનપા આવા સાઇન બોર્ડ લગાવે તો કદાચ કામગીરીમાં ભ્રષ્ટાચાર થાય નહી અને થાય તો બહાર આવે એવુ લાગી રહ્યુ છે. જેને કારણે લોકોમાં ઠેર- ઠેર આવા સાઇન બોર્ડ મનપા લગાવે તેવી માંગ ઉઠી છે.