આરટીઓની ગાઈડલાઈન મુજબ વાહન કરાવવા સમય માંગ્યો : કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત

0

જૂનાગઢ શહેરના સ્કૂલ વાનચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલવાન ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં સ્કૂલે લઈ જતા વાહનોમાં બાળકોને બેસવા માટેની કેપેસિટી વધારવા અને આરટીઓની ગાઈડ લાઈન મુજબ વાહન કરાવવા સમય મર્યાદા આપવા માંગ કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ સ્કૂલવર્ધી વાહન માટે વપરાતા પ્રાઇવેટ વાહન નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં નોંધાયેલા છે. જે ટ્રાન્સપોર્ટ કરાવવા સ્કૂલ વાન સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. સ્કૂલ વર્ધી માટે વપરાતા મોટાભાગના મેક્સિકેબ વાળા વાહન માલિકો પ્રાઇવેટ વાહનો ધરાવે છે. જે સ્કૂલ સાથે સીધી રીતે સંકળાયેલા નથી પરંતુ વાલીઓને આ સ્કૂલ વાન સ્કૂલ બસ કરતા સસ્તી પડે છે. ત્યારે જૂનાગઢ સ્કૂલ વાનચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેઓની આરટીઓની ગાઈડલાઈન મુજબ પોતાનું વાહન કરાવવા અમુક સમય મર્યાદા આપવામાં આવે. છેલ્લાં બે મહિનાથી વેકેશન હોવાથી સ્કૂલ વર્ધીના માલિકો પાસે આર્થિક સંકળામણ હોવાથી તેઓનું વાહન આરટીઓમાં પ્રાઇવેટ કેટેગરીમાંથી સ્કૂલ કેટેગરીમાં કન્વર્ટ કરવા માટે તેઓને લાભ આપવામાં આવે. તો બીજી તરફ વાનચાલકોના વાહનોને ટેક્સીકેબ મુજબ વધુ વીમો ચૂકવવો પડે છે ત્યારે જે સ્કૂલ વર્ધિ માટેનું વાહન કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ ઓછું આવે અને આ માટે સ્કૂલોમાંથી લેટરપેડ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ વાનચાલકોને કેર મીટરમાંથી મુક્તિ આપવામાં આવે જે સ્કૂલ વર્ધી માટેના વાહનોની બેઠક વ્યવસ્થા ૧૨ વર્ષના બાળકો માટે છે તે વધારીને ૧૫ વર્ષ એટલે કે ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે અને સ્કૂલ વાનમાં પાસિંગ કરતાં ડબલ બાળકો બેસાડવાની પરમિશન આપવામાં આવે અને તે માટે સ્કૂલ વાહન ચાલકો વ્યવસ્થિત સીટીંગ પણ કરી આપશે તેવી જુનાગઢ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સ્કૂલ વાહન સંચાલક અતુલ ઠક્કરે જણાવ્યું હતું કે, જૂનાગઢ વાન ચાલકો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલમાં સ્કૂલે જતા વાનમાં બાળકોને બેસાડવાની કેપેસિટી ૧૪ની કરી આપવામાં આવે. જ્યાં સુધી પ્રાઇવેટ ગાડીને ટેક્સી પાર્સિંગ માટે પૈસાની સગવડ ન થાય ત્યાં સુધી મુદત આપવામાં આવે. તેમજ વાનચાલકોને ફેર મીટર માંથી મુક્તિ આપવામાં આવે. પ્રાઇવેટ વાહનમાંથી ટેક્સી પાર્સિંગ કરાવી આપે તો વીમામાંથી પણ મુક્તિ મુક્તિ મળી શકે. ત્યારે આ પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં આવે ૧૩ તારીખથી બાળકોની સ્કૂલ શરૂ થાય છે અને ચોમાસાની સિઝનમાં બાળકો અને વાલીઓ પરેશાન ન થાય તે માટે જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

error: Content is protected !!