જૂનાગઢ દોલતપરા વોર્ડ નંબર-૧ના ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકોએ દ્વારા મનપા ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં ૧ દોલતપરા, સાબલપુર, સરગવાડા, રામદેવપરા વિસ્તારના વોંકળા તેમજ રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોને લઈ કોર્પોરેટર સાથે મનપા કચેરી ખાતે ઢોલ વગાડી ફૂલોના હાર પહેરાવી રજૂઆત કરવામાં આવી હતી.આ વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈ મનપાના કર્મચારીઓ જવાબ ન આપતા હોવાના આક્ષેપો સાથે કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા ઢોલ વગાડી કર્મચારીને હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢ વોર્ડ નંબર એકના કોર્પોરેટર અશોક ચાવડાએ જણાવ્યું હતું કે અમારે દોલતપરા, સાબલપુર અને સરગવાળા વિસ્તારમાં વોંકળા આવેલા છે. જે જાળી ઝાંખરા થી ભરાય ગયેલ છે. ત્યારે હાલ સાબલપુર વિસ્તારના લોકો અને સ્થાનિકો મનપા ખાતે આવી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓને મળ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં ભરાઈ ગયા છે તેને માત્ર ઉપર થી જ સાફ કરવામાં આવે છે. ત્યારે હવે માત્ર ચોમાસાને ચારથી પાંચ દિવસ બાકી છે ત્યારે વહેલી તકે આ વોંકળા સાફ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ વારંવાર ફોન કરવામાં આવે છે પરંતુ ફોન ઉપાડવામાં આવતો નથી. ત્યારે ના છૂટકે ઢોલ વગાડી ફૂલહાર પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. દોલતપરા ,સાબલપુર, સરગવાડા રામદેવપરા વિસ્તારમાં ૫૦,૦૦૦ ની વસ્તી છે ત્યારે વહેલી તકે આ વિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે. સરગવાળાના રહીશ દિનેશભાઈ વગેરે જણાવ્યું હતું કે અમારા સરગવાળા ગામમાં પંચાયત વખતનો રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ રોડને ગટર ના કામ માટે ખોદી નાખવામાં આવ્યો છે અને અત્યાર સુધી આ રોડ ફરી બનાવવામાં આવ્યો નથી. અને જ્યારે રોડ બાબતે મનપાના અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે રોડ મંજૂર થઈ ગયો છે અને વહેલી તકે બની જશે તેવું કહેવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી સરગવાળા ગામનો રોડ બનાવવામાં આવ્યો નથી. ત્યારે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી આવી જવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જેને લઇ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને સાથે લઈ મહાનગરપાલિકા ખાતે ઢોલ વગાડી ફૂલહાર પહેરાવીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ મામલે જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને ફોન રિસિવ કર્યો ન હતો