જૂનાગઢના સાબલપુર ચોકડી ખાતેથી બીયર-દારૂ સાથે યુવાન ઝડપાયો

0

બાઈક, મોબાઈલ સહિત ૩૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાબલપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે ધોરાજીમાં ખરાવડ પ્લોટ વિસ્તારમાં રહેતો અંકિત મનસુખભાઈ અંટાળા જીજે-૦૩-એનએ-૩૭૦૧ નંબરના બાઈક ઉપર નીકળતા તેને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી બીયરનાં ૩ ટીન મળી આવતા તેની ધરપકડ કરી બિયર તેમજ મોબાઇલ ફોન અને બાઈક મળી રૂપિયા ૩૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બિયરનો જથ્થો જૂનાગઢ જીઆઇડીસીમાં રહેતા કેવલ કીસાભાઈ વાંદા પાસેથી મેળવ્યો હોવાનું તપાસમાં ખુલતા આ ઈસમ સામે પણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મેંદરડા પોલીસે મેંદરડામાં સામાકાંઠા વિસ્તારમાં રહેતો અલ્પેશ ભવનભાઈ ચાવડાને ઇંગ્લિશ દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ સહિત રૂપિયા ૨૯૦૦નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!