કેશોદના મઢડા ગામે મૈત્રી કરાર કરી લગ્ન સબંધથી પતિ સાથે રહેતી મહિલાએ ભીમ અગિયારસ કરવા જવાની ઇચ્છા થતાં પતિને તેમના ભાઈ સાથે ફોનમાં વાત કરી તેડી જવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલાં મહિલાના ભાઈ અને તેના મળતિયાઓ સહિત ૮ શખ્સોએ બાઈક ઉપર મઢડા ખાતે આવી મહિલાના પતિ ઉપર પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી મહિલા પતિને બચાવવા આડે પડતાં તેને પણ માર માર્યો હતો. જતાં જતાં મહિલાના ભાઈ સહિતનાઓએ મારી નાખવા ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલા અને તેના પતિને સારવાર માટે ખસેડાયાં હતાં. જયાં મહિલાના પતિ કિશોરભાઈ ભાયાભાઈ રાઠોડની ફરિયાદ આધારે પોલીસે ડેડકિયાળીના કાંતિલાલ સોંદરવા, પ્રકાશ સોંદરવા, જયેશ જાદવ, હિતેષ જાદવ, ભૌતિક જાદવ, બાલો અરજણ ગાંગેચાના દેવા સોંદરવા, કેનેડીપુરના વૈકુઠ વારગિયા સહિત ૮ શખ્સો વિરૂધ્ધ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી છે.