૧૪ વર્ષની સગીરા સાથે વંથલી વિસ્તારના ૩૦ વર્ષના શખ્સે લગ્ન કર્યા હોવાનો ભાંડો ૧૮૧ની મદદથી ફૂટતા અંતે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બાળ લગ્ન અને દુષ્કર્માના કિસ્સાની વિગતો એવી છે કે, વંથલી પંથકના ગામની ૧૪ વર્ષની સગીરા સાથે વંથલી નજીક હાઇવે ઉપરના ગામમાં રહેતા ૩૦ વર્ષના શખ્સે બાળ લગ્ન કરી ઘર સંસાર શરૂ કર્યો હોવાની જાણ ૧૮૧ મારફત થતા વંથલીના પીએસઆઈ વાય. બી. રાણાએ તપાસ કરતા ૩૦ વર્ષના શખ્સે તેનાથી અડધી ઉંમરની ૧૪ વર્ષની સગીરાના ભોળપણનો લાભ લઇ તેને એક વર્ષ અગાઉ ઘરમેળે હારતોરા કરી લગ્નગ્રંથીથી જાેડાઈને સગીરાને પત્ની બનાવી તેની સાથે દુઃખ ત્રાસ આપી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો ધ્યાન ઉપર આવી હતી. આથી વંથલી પોલીસે મંગળવારની રાત્રે સગીરાની ફરિયાદ લઇ તેની સાથે બાળ લગ્ન કરી દુષ્કર્મ આચરનાર મજૂરી કામ કરતા ૩૦ વર્ષના યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.