જૂનાગઢમાં વધુ નફાના પ્રલોભનથી ૧.૪૬ કરોડ ઓળવી ગયેલી ચીટર ગેંગ ઝડપાઈ

0

જૂનાગઢના મોતીબાગ નજીક રહેતા પ્રૌઢને ફોરેકસ ટ્રેડીંગમાં રોકાણ કરવા અને વધુ નફો કમાવા લાલચ આપી ગઠીયાઓએ ૧.૪૬ કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં નફો તો ઠીક, મુદ્દલ પણ પરત આપી ન હતી. આ કિસ્સામાં સાયબર પોલીસે અમદાવાદ, મુંબઈ સાત શખ્સને પકડી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મોતીબાગ નજીક રહેતા રમેશભાઈ વેલજીભાઈ પાનસુરીયા ગત તા.૧૮-૯-ર૦ર૩ના ઓનલાઈન અલ્ગો ટ્રેડીંગ વિશેની માહિતીનો વિડીયો જાેતા હતા ત્યારે તેમાં ઈથેરીયમ કોડમાં રોકાણ વિશેની માહિતીનું પેઈજ જાેવા મળ્યું હતું. તેના ઉપર કિલક કરતા તેના મેઈલ આઈડી અને ડાયલોગ બોકસ ખુલ્યું હતું. રમેશભાઈએ તેમાં વિગતો ભરતા અજાણી મહિલાનો ફોન આવ્યો હતો. તેણે ઈથેરીયમ કોડમાં અલ્ગો ટ્રેડીંગ છે જેમાં ઓટોમેટીક ટ્રેડીંગ થશે અને વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. રમેશભાઈએ અલગ-અલગ સમયે કુલ ૧.૪૬ કરોડ રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ ગઠીયાઓએ ફોન ઉપાડવાનું બંધ કરી પૈસા પરત આપ્યા ન હતા. આ અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. સાયબર પોલીસે ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદનો ફુડ ડિલીવરી અને છુટક ડ્રાઈવિંગ કરતા ભાવેશ ઉર્ફે બાકડો જશવંત શીરેક(ઉ.વ.૩૮), ફોટોગ્રાફી અને ઉંધઈ કાઢવાનો ધંધો કરતા બહાદુરસિંહ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે ભોલુ ચતુર વાણીયા(ઉ.વ.૩ર), મુંબઈના વેપારી અજયસિંહ અરવિંદસિંહ ચૌહાણ(ઉ.વ.પ૧), અમીશ દિપક શાહ(ઉ.વ.૪ર), અમદાવાદના આંબાવાડીના હિરેન જગદિશ ઠાકોર(ઉ.વ.ર૭), અમદાવાદના રામદેવનગરના જીલ ઈલ્યાસ પટેલ(ઉ.વ.ર૭) અને મુળ જામનગરના અને હાલ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે રાહુલ સુભાષ વોરા(ઉ.વ.૩૯)ને પકડી લઈ જૂનાગઢ લઈ આવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!