જૂનાગઢમાં બીએસએનએલના એસીના ઇન્ડોર, આઉટડોર ચોરાઈ ગયા હોવાની ફરિયાદ થઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં પંચેશ્વર રોડ ઉપર ભારત સંચાર નિગમ લિમિટેડ કંપની તરફથી લગાવવામાં આવેલ રૂપિયા ૧૫ હજારની કિંમતના એસી યુનિટ ઇન્ડોર તથા આઉટડોરની દિવસ દરમ્યાન ચોરી થયાની ફરિયાદ કર્મચારી અરવિંદભાઈ કારાભાઈ ખાંભલાએ કરતા નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પીએસઆઇ ઓ.આઈ. સીદીએ તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં વંથલી પંથકમાં મોબાઈલ ટાવરની ૪૮૦૦૦ની ૨૪ બેટરી ચોરાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વંથલી પાસેના ગાઠીલા ગામમાં ઇન્ડસ મોબાઈલ કંપનીના ટાવરના સેન્ટર રૂમમાંથી ૨૨ મેથી ૩૧ મે દરમ્યાન રૂપિયા ૪૮૦૦૦ની કિંમતની ૨૪ બેટરીની ચોરી થઈ હોવાની ફરિયાદ સિક્યુરિટી કર્મચારી સુલતાનભાઇ મીરાજીભાઈ ચૌહાણએ કરતા વંથલી પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.