ખેતીવાડી અધિકારી વતી વચેટિયો રૂા.૧૦,૦૦૦ની લાંચ લેતો ઝડપાયો

0

બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં કરવા લાંચ માંગી હતી : માખીયાળામાં છટકુ ગોઠવી દબોચ્યા

જૂનાગઢ એસીબીએ માખિયાળા ખાતે છૂટકુ ગોઠવી ખેતીવાડી અધિકારી વતી વચેટિયોને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. બિયારણના સેમ્પલો રિજેક્ટ નહીં કરવા માટે જૂનાગઢના વર્ગ-૨ના ખેતી અધિકારી મયંક પી. સીદપરાએ રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે જૂનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. કરમુરે શુક્રવારે જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે આવેલ ઓમ એગ્રો સેન્ટર ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી ખેતી અધિકારી મયંક સીદપરા વતી માખીયાળાના કેતન શંભુભાઇ બાલધાને ફરિયાદી પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગે એસીબીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં મયંક સીદપરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાવી તેની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!