કોપણ અજાણી વ્યકિત સાથે ઓટીપી, સીવીસી નંબર શેર ન કરવા રેંજ આઈજી, ઈન્ચાર્જ એસપીએ લોકોને કરી અપીલ
જૂનાગઢ જીલ્લામાં સાયબર ફ્રોડના કેસોમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં આશરે ૯૮પ જેટલા ગુનાઓ સામે આવ્યા હોવાનું પોલીસે જાહેર કર્યું છે અને લોકોને સાયબર ફ્રોડથી સચેત રહેવા અપીલ કરી છે. જૂનાગઢ રેંજ આઈજી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, જીલ્લામાં સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ બાબતેના સાયબર ફ્રોડના કેસ વધુ આવ્યા છે. જેથી કયારેય લોકોએ પોતાના બેંકની પર્સનલ માહિતી જેવી કે ખાતા નંબર, ઓટીપી, સીવીસી નંબર, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડના નંબરો અજાણી વ્યકિત સાથે શેર ન કરવા જાેઈએ અને કયારેય પણ ફ્રોડ થયાનું માલુમ પડે તો તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી શકો છો. ઈન્ચાર્જ એસપી બી.સી. ઠક્કરએ કહ્યું હતું કે, જીલ્લામાં આશરે ૯૮પ જેટલા સાયબર ફ્રોડના કેસ સામે આવ્યા છે. જેમાં ઈલેમ ફેસિંગ, ન્યુડ કોલના ૪ કેસ, ઓનલાઈન ગેમીંગ, જાેબ, પ્રોફાઈલ હેકિંગ, બિઝનેશ ઈમેલ, ડેબીટ, ફેસબુક, આઈડી અંગેના અનેક કેસ સામે આવ્યા છે. તો આવી સાયબર ફ્રોડથી બચવા માટે લોકએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.