૪ દિવસ બાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે, વાદળો છવાયા : શહેરમાં ગરમીનો પારો ૩૯.૨ ડિગ્રી નોધાયો

0

જૂનાગઢ સહિત સોરઠમાં વાદળો છવાઈ જવાની સાથે અસહ્ય ઉકળાટ થતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ગુરૂવારની રાતે જૂનાગઢનું તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયા બાદ શુક્રવારની સવારે આકાશ વાદળમય થઈ ગયું હતું અને સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સવારે વાતાવરણમાં ૭૭ ટકા ભેજ રહ્યો હતો. ગુરૂવારે મહત્તમ તાપમાનનો પારો ૩૯.૨ ડિગ્રીએ સ્થિર રહ્યા બાદ શુક્રવારે તાપમાન ઘટીને ૩૮.૯ ડિગ્રી રહ્યું હતું. અને વાતાવરણમાં ૩૮ ટકા ભેજ રહેતા ઉકળાટે લોકોને પરેશાન કરી મૂક્યા હતા. દિવસ દરમ્યાન વાતાવરણ વચ્ચે પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૯ કિલોમીટરની રહી હતી. દરમ્યાન હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હજુ ૪ દિવસ ચોમાસુ શરૂ થવા માટે સાનુકૂળ સ્થિતિ છે નહીં. ૪ દિવસ બાદ ચોમાસુ આગળ વધે તેવી શક્યતા છે.

error: Content is protected !!