જૂનાગઢ જીલ્લાના ખતાર ડેપોના ૧૪૦ વિક્રેતાઓ ગેરલાયક ઠરતા પરવાના રદ

0

નિયમોનું ઉલ્લંઘન કરતા કસુરવાર ૧૮૪ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી

ખેડૂતોને ઉચ્ચ ગુણવતા સાથે જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તેને લઈને સરકાર દ્વારા ખેતી નિયામક વિસ્તરણ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જીલ્લાના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનું વેંચાણ કરતા ૧૪૦ વિક્રેતાઓ ગેરલાયક ઠરાવતા તેમના પરવાના રદ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય ૧૮૪ને નોટિસ આપવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી એસ.એમ ગધેસરીયા સહિતની ટીમ દ્વારા જીલ્લામાં ખાતર, જંતુનાશક દવા અને બિયારણના નિયંત્રણ બાબતે ખેડૂતોને સમયસર અને સારી ગુણવતા યુકત મળી રહે તે માટે ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવતી હોય છે. જેથી કરીને નગરજનોને પ્રેસ્ટીસાઈડયુકત અનાજ ન મળે અને તેમની આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સતત સઘન તપાસ અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેમજ ખેડૂતોને પણ ઉચ્ચ ગુણવતા વાળુ અને પુરતા પ્રમાણમાં યોગ્ય ભાવે મળી રહે તેવા હેતુ સાથેની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ ર૦ર૩-ર૪માં ટીમ દ્વારા જીલ્લામાં બિયારણ, જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરનું વેંચાણ ઉત્પાદન કરતી વિવિધ પેઢીઓમાંથી બિયારણના ૧ર૧૦, ખાતરના ૬પપ અને જંતુનાશક દવાના ૪૦૦ મળીને કુલ રર૬પ નમુના લઈ અને લગત પ્રયોગશાળાને પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. જે કચેરીના લક્ષ્યાંક સામે ૧૦૦ ટકા કામગીરી પુર્ણ થવા પામી છે. જે પૈકી બિયારણના ૩૧, ખાતરના ર૯ અને જંતુનાશક દવાના ર૦ મળીને કુલ ૮૦ નમૂનાઓ બિન પ્રમાણીક થતા જવાબદાર પેઢીઓ, જવાબદાર વ્યકિતઓ અને ઉત્પાદન કરતી કંપની સામે ગુણવતા નિયંત્રણ તંત્ર દ્વારા કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત જીલ્લામાં બિયારણ પ૭, ખાતર ૪૩ અને જંતુનાશક દવાના ૪૦ મળીને કુલ ૧૪૦ વિક્રેતાઓના વિવિધ કારણોસર અને ગેરલાયક ઠરતા પરવાના રદ કરવામાં આવ્યા છે. ચાલું વર્ષની કરવામાં આવે તો બિયારણ, રાસાયણીક ખાતરની ખરીદી શરૂ થઈ ત્યારથી તાલુકાના ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક તથા નાયબ ખેતી નિયામકની સ્થાનિક સ્કવોડની રચના કરી કામગીરી કરવામાં આવી હતી. તેમજ સંયુકત ખેતી નિયામક વિસ્તર કક્ષાએથી વિભાગીય સ્કવોડની રચના કરી અન્ય જીલ્લાના અધિકારી દ્વારા અત્રેના લગત અધિકારીઓ સાથે રહી તેમજ રાજય કક્ષાની સ્કવોડની રચના કરી વેંચાણ કરતી પેઢીઓ તથા ઉત્પાદકોનું સઘન તપાસણી કરી નમૂનાઓ એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ પરપ નમૂનાઓને પૃથકરણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી બિયારણના ર અને ખાતરના ર મળીને કુલ ૪ નમૂનાઓ બિન પ્રમાણિત જાહેર થતા જવાબદાર પેઢીઓની સામે કોર્ટ કાર્યવાહી કરવા અંગેની પ્રક્રિયા હાલ ગતીમાં ચાલી રહી છે. દર વર્ષે વાવણીની સિઝનની શરૂઆતથી જ નમૂના લેવાની કામગીરી પુરજાેશમાં શરૂ કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે જીલ્લામાંથી બિયારણના ૩૦૦, ખાતરના ૧૭૦ અને જંતુનાશક દવાના પપ મળીને કુલ પરપ લેવામાં આવ્યા છે. જેમાં ચાલું વર્ષે ફાળવેલ લક્ષ્યાંક ૧ર૯૦ સામે માત્ર અઢી મહિનામાં જ પરપ નમૂના લેવામાં આવતા ૪૧ ટકા કામગીરી પુર્ણ કરાઈ છે. કાયદાની જાેગવાઈ અનુસાર જે વિક્રેતાઓ બિયારણ, ખાતર અને દવાનો વેપાર લાંબા સમયથી નથી કરતા અથવા તો નિષ્ક્રિય હોય તેવા વિક્રેતાઓના પરવાના કાયમી ધોરણે રદ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. જેને લઈને આગામી દિવસોમાં તેનો સર્વે થયા બાદ આ તમામ વિક્રેતાઓના પરવાના રદ કરવામાં આવશે.

error: Content is protected !!