જૂનાગઢ મનપા દ્વારા માંગનાથમાં વધુ ૬ ગોડાઉનો સીલ કરાતા ભારે રોષ

0

વેપારીઓના વિરોધ વચ્ચે માંગનાથમાં વધુ ૬ ગોડાઉનને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ મારી દેવાયું છે. ત્યારે નાના વેપારીઓને હેરાન કરવા કરાતી ગોડાઉન સીલ કરવાની કાર્યવાહીથી વેપારીઓના પ્રમુખ આગબબુલાબની ગયા હતા. આ અંગેક્લોથ એન્ડ રેડીમેઇડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ ભારે રોષભેર જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓમાં તાકાત હોય તો ભેદભાવ રાખ્યા વિના કામગીરી કરી બતાવે. આ તો માત્ર નાના વેપારીઓના ગોડાઉનને સીલ મારી તેને હેરાન પરેશાન કરાય છે. કાળવા ચોકથી આવે તો એક સહકારી બેન્ક આવે છે, ખાનગી સ્કૂલ આવે છે તેમજ અનેક મોટા બાંધકામો આવે છે. ત્યાં કેમ સીલ મારવા જતા નથી ? વોકળામાં દબાણ દૂર કરવાના નામે માત્ર ૨ ઝુપડા તોડી પાડ્યા છે. ત્યારે તંત્રની આવી ભેદભાવભરી નિતના કારણે પ્રજાનો રોષ ચરમસિમાએ પહોંચ્યો છે. મનપાના અધિકારીઓ નાના વેપારીઓની વાત જ સાંભળતા નથી. ચિત્તાખાના ચોક, ઢાલ રોડમાં અનેક બિલ્ડીંગો સાવ સાંકડા અને જર્જરિત છેેે. તો ત્યાં કેમ જતા નથી ? મનપાના અધિકારીઓને કામ કરવાની આવડત નથી માટે કામગીરીના નામે નાના વેપારીઓને હેરાન કરવાના નાટક કરે છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર માટે આવું કરે છે, પરંતુ યાદ રાખજાે આ પંચનો પૈસો છે પચશે નહિ. ભ્રષ્ટાચાર કરવા નાના વેપારીઓને હેરાન કરાઇ રહ્યાછે પરંતુ ગરીબની હાય ક્યારેય ખાલી જતી નથી તે યાદ રાખજાે. ભ્રષ્ટાચાર કરીને જે પૈસો કમાશો તેનાથી તમારી જીંદગી નર્કાગાર બની જશે. ખુદ મનપાના બિલ્ડીંગનું બાંધકામ જ નિયમ વિરૂધ્ધ છે. ત્યારે તેની પાસે બીયુ સર્ટિ છે. તો પહેલા ત્યાં સીલ મારો પછી અન્ય જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવી જાેઇએ. આ અંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા માત્ર મૌખિક ઓર્ડરના આધાર કનેકશન કપાય છે એવી મારી પાસે વેપારીઓની રજૂઆત આવી હતી. મે પીજીવીસીએલના અધિકારીઓને પણ જણાવ્યું છે કે, જ્યાં સુધી લેખીત ઓર્ડર ન થાય ત્યાં સુધી કોઇના વીજ કનેકશન કાપવા નહિ. જ્યારે વેપારીઓને થોડો સમય આપવા કમિશનરને જણાવ્યું હતું. ત્યારે કમિશનરે જણાવ્યું હતું કે, સામાન કાઢવા માટે ૨ દિવસનો સમય માંગ્યો હતો અને સમય આપ્યો હતો. હવે સમય મર્યાદા પૂર્ણ થઇ છે માટે કાર્યવાહી કરાય છેે. જયારે વેપારી નરેશ દેવાણીએ જણાવ્યું હતું કે, કોઇપણ કાર્યવાહી કરતા પહેલા પુરતો સમય આપવો જાેઇએ. મનપાએ પહેલા જાણ કરવી જાેઇએ, તેનો રસ્તો શું નિકળે તે જણાવવું જાેઇએ, તેની પ્રોસેસ શિખવાડવી જાેઇએ અને સમય આપવો જાેઇએે સિદ્ધા સીલ મારવા આવી જાય તે યોગ્ય નથી. વધુમાં વેપારી આશીષ દેવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે હોય ત્યારે નાના વેપારીઓ કે સામાન્ય લોકો સામે જ કાર્યવાહી કરાય છેે.હાઇવે પર મોટી હોટેલો, રેસ્ટોરન્ટો છે તેમજશહેરમાં મોટા બિલ્ડીંગો છે જ્યાં નિયમની અમલવારી થઇ નથી.ત્યારે પહેલા ત્યાં સીલ મારવાની કામગીરી કરવી જાેઇએેે. જયારે આ મામલલે વેપારી એસો.ના મહામંત્રી હિતેષ સંઘવીએ જણાવ્યું હતું કે, જાે ખરેખર નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેતો શહેરના ૮૦ ટકા કરતા વધુ બાંધકામોને બીયુ સર્ટિફિકેટ મળી શકેતેમ નથી. ત્યારે શું બધાને સીલ મારશો ?નાના વેપારીઓ થકી દેશ મજબૂત થઇ રહ્યો છે. ત્યારે તેને હેરાન કરવાનું બંધ કરો. આડેધડ રીતે અને રાતોરાત સીલ મારવા એ કોઇ રસ્તો નથી.

error: Content is protected !!