જૂનાગઢ જેલમાં બંધ મુખ્ય આરોપી ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ કેસરીસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફે જે. કે. રાણા ક્રિપાલસિંહ રાણા, ઈન્દ્રજીતસિંહ દાદુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ રહેવતુભા જાડેજા સહિત ૫ આરોપીએ ૧૫ જૂનના રોજ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જેના પગલે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમવાર આરોપીઓ ખુલ્લા ચહેરે રજૂ થયા હતા. જાેકે જામીન અરજી અંગે કોર્ટમાં કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી આરોપીઓની જામીન અરજીની વધુ સુનાવણી આગામી તા.ર૧ જૂનના રોજ રાખવામાં આવી હતી. હવે આ દિવસે અદાલત જામીન અરજી ઉપર શું ર્નિણય કરે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલ છે. દરમ્યાન જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ, હત્યાના પ્રયાસ, એટ્રોસિટીના મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરાયા બાદ ગણેશ સહિત પાંચ આરોપીઓ દ્વારા જામીન પર છુટવા માટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જાે કે, પોલીસ તરફથી સોંગદનામું રજૂ ન થતા જામીન અરજીનો ર્નિણય હવે ૨૧ જૂને થશે. તો બીજી તરફ ગણેશ જાડેજા સહિતના ૮ આરોપીઓની ધરપકડ બાદ ૧૪ દિવસ પૂર્ણ થતા નિયમ મુજબ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદીના વકીલ દિનેશ પાતરે જણાવ્યું હતું કે, ૩૦ તારીખે ફરિયાદી સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે મામલે કોર્ટના નિયમ મુજબ ગણેશ જાડેજા સહિત ૮ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા,ઇન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજ સિંહ એમ કુલ પાંચ આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી તરફી સોગંદનામુ રજૂ કરવા માટે મુદત રિપોર્ટ અને વકીલાતનામું રજૂ કરેલ છે. કોર્ટના નિયમ મુજબ દર ૧૪ દિવસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય છે જેને લઇ ગણેશ સહિત ૮ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.