મનપા સ્થાયી સમિતિની બેઠક : જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ૯૦થી વધુ વિકાસના કામોની દરખાસ્તોને મંજૂરી અપાઇ

0

જૂનાગઢ મહાનગર પાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. મનપા કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં જાેષીપરા રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને ટેન્ડર પાસ કરી કામની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે આ રેલવે ઓવરબ્રિજ બનતા જાેષીપરા વિસ્તારના લોકોને ફાટકની સમસ્યાથી મુક્તિ મળશે. શહેરમાં આગામી ચોમાસાને લઈ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે પરંતુ તેની માવજત ન થતી હોય ત્યારે આગામી ચોમાસામાં ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત માટે રાજકોટની સદભાવના સેવા ટ્રસ્ટને ટેન્ડર પ્રક્રિયા કરી કામગીરી સોંપવામાં આવી હતી. જૂનાગઢ હેરિટેજ સિટી હોય જેને લઇને હેરિટેજ બિલ્ડીંગના રીનોવેશનને લઈ નરસિંહ વિદ્યા મંદિરના રીનોવેશન માટે ૧૪ કરોડ જેટલી રકમ ફાળવી રીનોવેશન કરવામાં આવશે.તેમજ શહેરમાં ચોમાસાને ધ્યાનમાં લઇ ભૂગર્ભ ગટર, ટોરેન્ટ લાઈનની કામગીરીના ભાગરૂપે ખાડા પુરવાની કામગીરી કરવા માટે વોર્ડ દીઠ રૂા.૫ લાખની ફાળવણી કરવામાં હતી. આ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૯૦ જેટલી દરખાસ્તોને વિકાસ કાર્યોને લઈને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં મનપા કમિશ્નર ડો.ઓમ પ્રકાશ, ડેપ્યુટી કમિશ્નર ઝાપડા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા તેમજ કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જાેષીપરા ઓવરબ્રિજ જે જાેષીપરા અને ઓજી વિસ્તારના લોકોને ફાટકની સમસ્યા છે. આ જાેષીપરામાં ઘણા સમયથી ઓર બીજ બનાવવાની માંગણી હતી. તે મુજબ આ ઓવરબ્રિજના ટેન્ડરના ભાવ મંજૂર કરી ઓવરબ્રિજનું કામ શરૂ કરી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના લોકો માટે ઓર બ્રિજ બનવાથી આ સમસ્યા કાયમી માટે દૂર થશે. તેમજ જૂનાગઢ શહેરમાં જે વૃક્ષારોપણ થાય છે પરંતુ તેમાં નકર કામગીરી થતી ન હતી. ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટને શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવા માટે જન ભાગીદારીથી આ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર મેરિટેજ અને ઐતિહાસિક શહેર છે ત્યારે હેરિટેજ બિલ્ડીંગોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિર પણ હેરિટેજ બિલ્ડીંગ માં આવે છે ત્યારે આ બિલ્ડીંગના રી ડેવલોપમેન્ટ કરવા માટેની પણ મંજૂરી આપવામાં આવેલી છે. જ્યારે આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ૯૦ વિકાસ કામોની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની વર્તમાન બોડીની ૩૧ જૂલાઇ ૨૦૨૪ના મુદ્દત પૂર્ણ થાય છે. ત્યારે ગઈકાલે બુધવારે સ્ટેન્ડીંગ કમિટીની અંતિમ બેઠક મળી હતી. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી, લોકસભા ચૂંટણી આચાર સંહિતા બાદની પ્રથમ બેઠકમાં શહેરમાં ૧૧૨ કરોડના વિકાસ કામો કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાઇ છે. હવે આજે ગુરૂવારે જનરલ બોર્ડ મળશે જેમાં આ મંજૂરીને બહાલી આપવા અંગે ર્નિણય કરવામાં આવશે. આમ, ૧૧૨ કરોડની લ્હાણી થઇ છે. સ્ટેન્ડીંગ કમિટીની અંતિમ બેઠકમાં વિકાસ કરવાની ગોઠવણ થઇ ગઇ મંજૂર થયેલી રકમ ૧૧૨ કરોડમાંથી રોડ, રસ્તા, પેવીંગ બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સીસીરોડ, સ્ટ્રીટ લાઇટો, હાઇમાસ્ટ ટાવર ઉભા કરવા જેવા પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત અન્ય કામોમાં પશુના ડબ્બાનો શેડ, વૃક્ષારોપણ, વરસાદી પાણી માટેની પ્રોટેકશન વોલ, જાેષીપરા ઓવર બ્રિઝ વગેરે વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જાેષીપરા રેલવે ઓવર બ્રિઝ બનાવાવા માટે પ૯ કરોડ, શ્રી નરસિંહ વિદ્યા મંદિર શાળાનું રિનોવેશન કરવા માટે ૧૪ કરોડ, કાળવા નદીના કાંઠે ધોવાણ અટકાવવા ગેબીયન વોલ બનાવવા માટે ૨ કરોડ, ટોરેન્ટ ગેસ પાસેના ઢોરના ડબ્બામાં શેડ, ફ્લોરીંગ માટે ૫૫ લાખ, રખડતા ભટકતા પશુ પકડીને સાંચવવા ગૌશાળાને અપવા માટે ગૌવંશ દિઠ માસિક ૨,૦૦૦, મનપાના બીજા માળે વાયરીંગ, પાવર કન્ટ્રોલ પેનલ ફીટ કરવા માટે ૩૧,૫૬,૭૬૪ , ૫,૦૦૦ વૃક્ષ વાવવા અને ૩ વર્ષ સુધી જાળવણી કરવા માટે રાજકોટની એજન્સીને કામ સોંપાયું જેના માટે ૧,૦૦,૦૦,૦૦૦, સ્ટ્રીટ લાઇટ, હાઇમાસ્ટ ટાવર વગેરે કામો માટે ૨.૮૧ કરોડ મંજૂર કરવામાં આવશે.

error: Content is protected !!