જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ દીપાલી પાર્ક ૧ અને આસપાસના વિસ્તારમાં ખોદકામથી રોડની સ્થિતી ખરાબ બની છે. મેઘરાજના આગમનમાં હવે જુજ સમય બાકી નથી. ત્યારે ખોદેલા રોડ ઉપર કાદવ કિચળ થવાની ભિતી સેવાઈ રહી છે. આ વિસ્તારમાં બધા કામ એક સાથે કરવાને બદલે પહેલા પાણીની લાઈન માટે, બાદમાં ખાનગી ગેસ કંપની દ્વારા ગેસની લાઈન માટે અને હવે ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરાતા સતત અઢી માસથી રોડ ખોદાયેલી હાલતમાં જ છે. જેને લઇને આસપાસના વિસ્તારના સ્થાનિકોને હલન- ચલન માટે ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ કે, મનપા તંત્ર કામગીરી આયોજન વગર કરી રહી છે.