જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે કાર ચાલકે બાઈકને ઠોકર મારતા યુવકનું મૃત્યું

0

જૂનાગઢમાં ચોબારી ફાટક પાસે આવેલ ગ્રીન સિટીમાં રહેતા સમીરભાઈ રસિકભાઈ મોરવાડિયા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ પોતાનો રેસ્ટોરન્ટ બંધ કરીને રાત્રિના ૧૨ઃ૩૦ના અરસામાં ઈલેક્ટ્રીક બાઈક ઉપર બેસીને ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ઝાંઝડા ચોકડી નજીક રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ સામે મધુરમ રોડ તરફથી પૂરઝડપે આવી રહેલ જીજે-૨૩-એચ-૮૦૬૭ નંબરની ઇકો કારના ચાલકે સમીરભાઇને બાઈક સહિત ઠોકર લગાવતા ફંગોળાઈ જતા ગંભીર ઇજા થઈ હતી. તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વિશેષ સારવાર અર્થે અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા જ્યાં તેનો સારવાર દરમ્યાન મૃત્યું નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ઇકોનો ચાલક નાસી ગયો હતો. આ અંગે મૃતક યુવકના નાનાભાઈ કલ્પેશભાઈ મોરવાડિયાએ ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!