જૂનાગઢમાં રાત્રિનાં લઘુતમ તાપમાન ઉંચકાયું : મહત્તમ તાપમાન ૩૮.૩ ડિગ્રી પહોંચ્યું

0

વરસાદની પ્રતિક્ષા વચ્ચે રાત્રિ અને મહતમ તાપમાનનો પારો સ્થિર રહેતા ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. બુધવારની રાત્રે તાપમાન વધીને ૩૦.૮ ડિગ્રીએ પહોંચી ગયા બાદ ગુરૂવારની સવારે લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉપર ચડીને ૨૯.૧ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું હતું અને સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને ૮૪ ટકાએ પહોંચી જતા બફારો અકલ્પનીય થયો હતો. જોકે બપોરે મહત્તમ તાપમાનનો પારો ૩૮.૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.ર સતત બીજા દિવસે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ બપોરના સમયે ૫૧ ટકા રહ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૪.૯ કિલોમીટરની રહી હતી.આમ પવન વધતા હાલ વરસાદની આશા નહીવત થઈ જતાં લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. અને હજુ છ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી હોવાથી લોકોએ ગરમી અને ઉકાળટનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

error: Content is protected !!