જૂનાગઢમાં યુવાનના આપઘાત મામલે પત્ની, સાસુ-સસરા સહિત સાત સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

0

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર રહેતા યુવાને ગત તા.૧૪ના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવાને લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે મૃતકના માતાએ યુવકની પત્ની, સાસુ-સસરા સહિત સાત સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં જે ચાર શખ્સના નામ છે તે પૈસાની લેતી-દેતી બાબતે ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલા કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરવ પરષોતમભાઈ ભુત નામના યુવાને ગત તા.૧પના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવાને ઓસીકા નીચે રાખેલ સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ગૌરવે મારી જીંદગીના દુશ્મન મારી ઘરવારી નેન્સી ભુત છે. તા.૩૧-પ-ર૦ર૪થી તે કયાં છે તેની ખબર નથી, તેના મા-બાપ પણ કંઈ કહેતા નથી, નેન્સીના બધા શોખ પુરા કરાવ્યા હવે મારી પાસે પૈસા કે કંઈ નથી, તેના મા-બાપે મારી પત્ની અને તેની બહેનને કલકતા ડાન્સબારમાં પૈસા કમાવાવ મોકલેલ છે તે વસ્તુ મને પસંદ નથી, નેન્સી વગર હું જીવી શકું તેમ નથી. આ ઉપરાંત વિજય રબારી, રમેશ ઓડેદરા અને કોકન રબારી અને ભીલો ઉર્ફે મામોનું નામ લખ્યું હતું. આ શખ્સો પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા. ગૌરવ ભુતના માતા રૂક્ષ્મણીબેન પરષોતમભાઈ ભુતે નેન્સી ગૌરવ ભુત, માણાવદર રહેતા ગૌરવના સસરા રાજેશ રામાનંદી, સાસુ પ્રગ્યાબેન રાજેશ રામાનંદી, જૂનાગઢના વિજય રબારી, રમેશ ઓડેદરા, કોકન રબારી અને ભીલો ઉર્ફે મામો સામે ગૌરવને મરવા મજબુર કર્યાની ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!