જૂનાગઢ પેટ્રોલિયમ ડીલર એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ બંધ કરાવા રજુઆત

0

જૂનાગઢ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે હજુ પણ જૂનાગઢ જિલ્લામાં ૩૫થી વધુ જગ્યા ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેને લઈ જૂનાગઢ જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈપણ બાયો ડીઝલ પંપ અથવા તો વાહન માલિક બાયો ડીઝલનો સીધો ઉપયોગ કરી શકતા નથી. પરિપત્ર મુજબ બાયો ડીઝલ વિક્રેતાઓ હાલના સમયમાં નિમણૂક પાલન કરતા નથી. તેમજ રાજપત્રમાં લખાયેલ અલગ અલગ ડીપાર્ટમેન્ટની તમામ એન.ઓ.સી લીધા વગર બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે બાયોડીઝલના નામ એલડીઓ તથા અન્ય જલ્લનશીલ પદાર્થ મીશ્રણ કરી વેચાણ કરવામાં આવે છે. ત્યારે બાયોડીઝલનો સ્ત્રોત આખા ભારતમાં બહુજ સીમીત છે. જેથી તેનું પ્રોડકશન કરવું ખુબ જ અધરૂ છે તથા બહુ જ સીમીત પુરવઠો છે ત્યારે બાયો ડીઝલમાં અન્ય પદાર્થ મીશ્રણ કરવામાં આવે છે. બાયો ડીઝલ પંપ વિક્રેતાઓ બાયો ડીઝલ કયાંથી ખરીદે છે તેનો કોઈ ડેટા રાખતા નથી કે લેતા નથી અથવા તેના એકના એક બીલ ઉપર ખરીદી બતાવ્યા રાખે કે વેચાણ બતાવ્યા રાખે છે. જેને લઈ જેથી સરકારને જી.એસ.ટી.માં મસ મોટી નુકશાની જાય છે અને જેના લીધે કાયદેસર ડીઝલ પંપ વીક્રેતાઓનું પણ વેચાણ ઘટે છે. વધુમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણના કારણે ઓઈલ કંપનીમાં દર વર્ષે ડીઝલ વાહનોમાં વધારો થવા છતા ડીઝલનું વેચાણ ખુબ જ ઓછું થઈ રહ્યું છે. વેચાણ ઓછું થવાના કારણે સરકારને વેટનું તથા કંપનીઓને વેચાણનું તથા ટ્રાન્સર્પોટરોને વેચાણ ઓછું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ઓછું થવાથી મંદી આવી છે. ત્યારે પેટ્રોલ એસોસિએશનને બાયો ડીઝલના નામે ઉપયોગ થતા ફ્યુલના નમુના લઈ તટસ્થ રીતે પૃથક્કરણમાં મોકલવા જોઈએ અને આકરા પગલા ભરવા જોઈએ એને મિશ્રિત ફયુલ રેગ્યુલર ડીઝલ કરતા ૧૦ થી ૧૫ રૂપિયા જેટલું સસ્તુ મળવાને કારણે ટ્રક, બસ, ટ્રેકટર તથા અન્ય વાહનો વપરાશ કરતા આ મિશ્રિત ફયુલને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગથી જે તે વાહનમાં પેટ્રોલ-ડીઝલને બદલે આ જ્વલનશીલ પ્રવાહી રીતે વાહનોમાં હોવાને કારણે તેમાં કોઈપણ સમયે પણ આગજનીનો બનાવ બની શકે છે. એક્સપ્લોઝિવ તથા અન્ય કોઈ લાયસન્સ, ફાયર એનઓસી કે કોઈપણ જાતની સરકારી એનઓસી વગર આવા લોકો કોઈપણ જાતના અનુભવ જ્ઞાન વગર જ્વલનશીલ ફ્યુઅલના હજારો લાખો લિટરનો સંગ્રહ કરે છે આ ફ્યુઅલનો ક્યારેય પણ કોઈપણ વાહનોમાં ઉપયોગ કરવાનો હોતો નથી. આ પેટ્રોલ ડીઝલ કરતા સસ્તુ હોવાથી બસો, ટ્રકો, બોરવેલો, ટ્રેકટરો તથા અન્ય વાહનો અનાયસે તે સ્થળ ઉપર જ્વલનશીલ ફ્યુલ પુરાવવા જાય છે ત્યારે બસ ઓપરેટરો સાથે સાથે તેમાં બેસેલા મુસાફરો પણ ત્યાં જાય છે, ત્યારે એનઓસી વગરના પંપ ઉપર જાય છે, જે જગ્યા ઉપર હજારો લાખો લિટરનો સંગ્રહ કરેલો હોય છે જે એક જીવતા વિસ્ફોટક બોમ્બ જેવા છે. જૂનાગઢ પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોવિંદ રામે જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેક્ટરને બાયોડીઝલ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં રોડ ઉપર ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ૩૫થી વધુ જગ્યાએ ગેરકાયદેસર બાયોડીઝલ વેચવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ બંધ થાય અથવા અમને બંધ કરવાની પરવાનગી આપવામાં આવે. આ ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલથી બાયો ડીઝલ બનાવનાર વેચનાર અને જે ગેરકાયદેસર રીતે વહેંચવાની પરવાનગી આપે છે તેને ફાયદો થાય છે. ત્યારે જૂનાગઢ કલેક્ટરને બાયોડીઝલ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આવનાર સમયમાં ગેરકાયદેસર રીતે વહેંચાતા બાયો ડીઝલ બંધ કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ સુધી અમારા પેટ્રોલ ડીઝલના પંપ બંધ કરીશું તેવી ચિમકી ઉચ્ચારી છે.

error: Content is protected !!