અચારસંહિતા બાદ પ્રથમ વખત જૂનાગઢ જીલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા જીલ્લા પંચાયતના કચેરીના સભા ખંડ ખાતે મળી હતી. આ સભા શરૂ થતા જ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતી અને જીલ્લા વિકાસ અધિકારી આમને-સામને આવી જતા માહોલ ગરમાયો હતો. દરમ્યાન સભા રદ કરવા અમુક સભ્યોએ જણાવી તેમની સાથે સહમતી દર્શાવી વિરોધ કર્યો હતો. જેના અંતે સભા શરૂ રહેતા વિવિધ ૧ર મુદદાઓ પૈકી ૧૧ મુદ્દાને બહાલી આપી સભા પુર્ણ થતા ઘીના ઠામમાં ઘી ભળી ગયું હોવાનો સુર જાેવા મળ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયત ખાતે દિવસ દરમ્યાન બેઠકોનો દોર જાેવા મળ્યો હતો. દિવસભર વિવિધ વિભાગોની, કારોબારી અને સામાન્ય સભા સહિત ૬ જેટલી બેઠકો મળી હતી. દરમ્યાન ખાસ સાધારણ સભાની બેઠક પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠક શરૂ થતાની ત્રીજી મીનીટે જ જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને હાલ કારોબારી સમિતીના સભ્ય શાંતાબેન ખટારીયાના પતિ દેશનભાઈ ખટારીયાએ જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરને અગાઉ થયેલી કામગીરીને લઈને હાલ જે તપાસ ચાલી રહી છે તેને લઈને સવાલ કરતા જણાવ્યું હતું કે, તમે સમિતી અને બોર્ડની મંજુરી વગર ભુતકાળમાં થયેલા કામોની તપાસ કરવાના આદેશ કેમ કર્યા છે. દરમ્યાન પ્રમુખે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, મારી જાણ વગર તપાસ કરવામાં આવી રહી છે. જેથી અન્ય સભ્યોએ સામાન્ય સભા રદ કરવા સહમતી દર્શાવી હોબાળો કર્યો હતો. પરંતુ તપાસ કરતા જીલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનને જવાબ અપતા અને નાણા પંચની જાેગવાઈ અને ધારા કલમ ૧પ મુજબ મે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન પુર્વ પ્રમુખના પતીએ તેમને પણ ઉધડા લેતા માહોલ ગરમાયો હતો. દિનેશભાઈના જણાવ્યા મુજબ ફરિયાદ વગર તપાસ કરી શકાય નહી તેમ અધિકારીને પાઠ ભણાવતા મામલો ઉગ્ર બન્યો હતો. આમ સભામાં મુખ્યત્વે ૧ર મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ મુદ્દાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જેમાં પંચાયતના કુલ ૩૦ સભ્યો પૈકી રર સભ્યો હાજર જયારે ૮ ગેરહાજર રહ્યા હતા. તેમજ દિવસ દરમ્યાન મળેલી શિક્ષણ, પશુપાલન, કારોબારી, સિંચાઈ અને બાંધકામ વિભાગની બેઠક મળી હતી. જેમાં પણ વિવિધ પ્રશ્નો રજુ કરતા નવા કામો અને પડતર રહેલા કામોમાં મુદત વધારવા બહાલી આપવામાં આવી હતી.