મેંદરડાની સીમમાં રમી રહેલા ત્રણ વર્ષનાં બાળકને દીપડાએ ફાડી ખાધો : દીપડાના આતંકથી સ્થનિકોમાં ભય

0


મેંદરડાનાં અમરગઢ રોડ ઉપરની સીમમાં ગત રાત્રીના પરપ્રાંતીય શ્રમિકના બાળકને દીપડાએ ફાડી ખાધો છે. બાળકના પિતા કોઈ કામ સબબ બહાર ગયા હોય અચાનક આવી જોતા તેમનું સંતાન જાેવા ન મળતાં શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમ્યાન તેમના ખેતરની આસપાસ લોહીના ધાબા મળતા કંઈક અજુગતું થયું હોવાની આાશંકા વચ્ચે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે તપાસ કરતા બાળકનો મૃતદેહ દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મળતા ગમગીની વ્યાપી છે. દીપડાના આતંકથી સ્થાનિક ખેડૂતો તથા લોકોમાં ફફડાટ મચી ગયો છે. અમરગઢ રોડ ઉપર ખાનગી શાળા પાસેના ખેતરમાં મૂળ મધ્યપ્રદેશનાં પરપ્રાંતીય શ્રમિક ખેતીકામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશભાઈ ગેલાભાઈ જામર ગત મોડી સાંજે કોઈ કામ સબબ મોટરસાઈકલ લઈ મેંદરડા ગયા હતા. પ્રકાશભઈનો ત્રણ વર્ષનો પુત્ર રોહિત ત્યાં રમતો હતો. અચાનક આવી ચડેલો દીપડો રોહિતને ઉપાડી નજીકના ખેતરમાં લઈ ગયો હતો. રોહિતનો કમરનો ભાગ અને પેટની નીચેનો ભાગ દિપડો ખાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વચ્ચે પ્રકાશભાઈ ખેતરે આવતા રોહિત ક્યાંય જાેવા ન મળ્યો જેથી પ્રકાશભાઈએ તેના પુત્રની શોધખોળ હાથ ધરી અને આસપાસના લોકોને જાણ કરતા તેઓ પણ રોહિતને શોધવા કામે લાગ્યા હતા. રોહિતની શોધખોળ કરતા હતા તેવામાં તેના મકાનથી ર૦૦ મીટર જેટલે દુર લોહીના ધાબા જાેવા મળતા આસપાસના લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરતા મેંદરડા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતો હતો તેવામાં રોહિતનો મૃતદેહ મળ્યો હતો. રોહિતનો જે જગ્યાએ મૃતદેહ મળ્યો તેની આસપાસના વિસ્તારમાં દિપડાના સગડ જાેવા મળ્યા હતા અને રોહિતને દિપડાએ ખાધો હોવાનું મૃતદેહ ઉપરથી સાબિત થયું હતું. વન વિભાગ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મેંદરડાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તાબડતોબ દિપડાને પકડવા માટે ગત રાત્રીના જ પાંજરા મુકી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ કુલ પાંચ અલગ-અલગ જગ્યાઓ ઉપર પાંજરાઓ મુકી દિપડાને પકડવા માટેની વન વિભાગે કવાયત હાથ ધરી છે. આદમખોર દિપડાના કારણે આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો છે. તાત્કાલીક વન વિભાગ દિપડાને પડકી પાડે તેવી માંગ ઉઠી છે. દરમ્યાન હજુ બે-ત્રણ દિવસ પહેલા મેંદરડાના વાલમ ચોકના મકાનની પાણીની ટાંકીમાં દિપડો પાણી પીતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેથી આ વિસ્તારમાં દિપડો વસવાટ કરતો હોવાનું સ્પષ્ટ છે. રોહિત નામના બાળકને વાલમ ચોક નજીક પાણી પીતા દિપડાએ ફાડી ખાધો કે અન્ય દિપડાએ તે દિપડો પકડાયા બાદ સામે આવશે. આમ, મેંદરડા શહેરની આસપાસના વિસ્તારમાં દિપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

error: Content is protected !!