જૂનાગઢમાં અગમ્ય કારણસર ઝેરી દવા પીતા યુવાનનું સારવારમાં મૃત્યું

0

જૂનાગઢમાં અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં યુવાનનું સારવારમાં મોત નિપજ્યું હતું. બીલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં હનુમાન ચોક પાસે રહેતો ૨૧ વર્ષીય વિશાલ ખોડાભાઈ પરમાર નામના યુવકે અગમ્ય કારણસર ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન વિશાલે અંતિમ શ્વાસ લઈ લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના પિતાનું નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ભેસાણ તાલુકાના ગળથ ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા જીવતીબેન ખોડાભાઈ કોલરીયાએ ૨૬ જુનના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. વૃધ્ધાનાં આપઘાત પાછળનું કારણ બહાર નહિ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!