જૂનાગઢમાં વેપારીના ખિસ્સામાંથી રૂા.૧૭ હજારનો મોબાઈલ ચોરાયો

0

જૂનાગઢમાં વેપારીનાં ખિસ્સામાંથી ૧૭,૦૦૦નો મોબાઈલ ચોરાઇ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર શહેરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ અશોકનગર નજીક વેપાર કરતા મુસ્તુફા અસગર અલી મોરબીવાલા તેની રેકડીએ જતા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી રૂપિયા ૧૭,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હોવાની ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!