જૂનાગઢમાં ગ્રાહકોના ખાતામાંથી ઉચાપત કેસમાં બેંકના કર્મીની જામીન અરજી રદ

0

જૂનાગઢની એચડીએફસી બેંકના કેશ ટેલર અને ટેલર ઓથોરાઇઝર રાજ મણિયાર સામે ગ્રાહકોના ખાતામાંથી કુલ રૂ. ૮૩ લાખ ૨૦૦ ની ઉચાપત કરવાના ગુનામાં પોલીસે આશીષ મનહરભાઇ ટાટમીયા (ઉ. ૩૩) ની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. આશીષે પોતાની જામીન અરજીમાં એવી દલીલ કરી હતી કે, પોતે રાજ મણિયાર શર્ટની અંદર રૂપિયાના બંડલ સંતાડેલા જાેયેલા અને રાજને પૂછતાં તે સંતાડેલા બંડલ નાંખી ભાગી જતાં પોતે તેને રોક્યો હતો. એ દરમ્યાન નિલેશ કારિયા પણ આવી ગયા હતા અને હેમલતાબેન કારિયાના એકાઉન્ટમાં ૮ લાખની એન્ટ્રી કરવાનું કહ્યું હતું. તેમના નિવેદનમાં એવી હકીકત પણ જણાયેલ છે કે, તા. ૨૨ સપ્ટે. ૨૦૨૩ થી રાજ મણિયાર નોકરી ઉપર આવેલ નથી. ફરિયાદવાળા બનાવમાં પોતે ક્યાંય સીધી કે આડકતરી રીતે સંકળાયેલ નથી. કેસ ચલાવવાની સત્તા ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટને છે. કેસ ચાલતાં સમય લાગે એમ છે પોતે પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપ્યો છે. આની સામે સરકારી વકીલ દિપક સી. ઠાકરે એવી દલીલ કરી હતી કે, આરોપીને તપાસ કરનાર દ્વારા એફડેવિટમાં આરોપી નં.ર તરીકે દર્શાવેલ છે. તેની સામે બીજા ગુના પણ નોંધાયેલા છે. બીજા એક ગુનામાં તેની જામીન અરજી કોર્ટે રદ કરી છે. જાે તેને જામીન ઉપર મુક્ત કરાય તો તે સાહેદોને ધાકધમકી આપી નાસી શકે એમ છે. ચાર્જશીટમાં તેનો મહત્વનો રોલ જણાઇ આવે છે. કોર્ટે પણ નોંધ્યું હતું કે, આરોપીએ બેંકના ગ્રાહકોના રૂપિયા ઉપાડવા માટે તેમના આઇડી એકાઉન્ટમાં એન્ટ્રી કરી હતી. આથી છઠ્ઠા એડીશનલ સેશન્સ જજ આર. ડી. પાંડેએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

error: Content is protected !!