વિસાવદરના ચાપરડા નજીક કાર અને જીપ વચ્ચે અકસ્માત : મહિલાનું મોત

0

વિસાવદર તાલુકાના ચાપરડા નજીક જીપ અને કાર વચ્ચે અકસ્માત થતા એક મહિલાનું મોત થયું હતું. જયારે બે વૃધ્ધ અને એક તરૂણને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ વિગત મુજબ, જૂનાગઢ-વિસાવદર રોડ ઉપર ગઈકાલે બપોર બાદ એક કાર જૂનાગઢથી વિસાવદર તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતી જીપ સાથે કાર અથડાઈ હતી. જેમાં જૂનાગઢના અનિતાબેન ધીરૂભાઈ પરમાર(ઉ.વ.પર)નું મોત થયું હતું. જયારે દેવેન્દ્‌ય્રભાઈ મંગાભાઈ(ઉ.વ.૭ર), પ્રશાંતભાઈ લાખાભાઈ(ઉ.વ.૬૦) અને પાર્થ હરેશભાઈ(ઉ.વ.૧૪)ને ઈજા થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને વિસાવદર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!