સોરઠમાં વરસાદી ઝાપટા : માણાવદર, કેશોદ, માંગરોળમાં ધૂપછાવ જેવું વાતાવરણ

0

જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે વરસાદી ઝાપટા વરસ્તા ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં શુક્રવારની સવારથી જાેરદાર વરસાદી વાતાવરણ રહ્યું હતું પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા. જાેકે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસતા રાત્રિના ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૧૪ મીમી વરસાદ વિસાવદર પંથકમાં અને ૧૧મીમી માળીયા હાટીના તાલુકામાં નોંધાયો હતો. જ્યારે વંથલીમાં ૧ મીમી, જૂનાગઢમાં ૪ મીમી, ભેસાણમાં ૨ મીમી મેંદરડા વિસ્તારમાં ૩ મીમી વરસાદ થયો હતો. જ્યારે માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકામાં માત્ર વરસાદી વાતાવરણ રહ્યું હતું. બીજી તરફ શુક્રવારની સવારે વાતાવરણમાં ૯૨ ટકા ભેજ સાથે લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી નોંધાયું હતું. બપોરે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજ ૯૨ ટકા રહ્યો હતો. દિવસ દરમ્યાન પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૩ કિલોમીટરની રહી હતી.

error: Content is protected !!