જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારી ઉપર બે શખ્સોનો હુમલો

0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના વેપારી ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાઇ હતી. જૂનાગઢના હરિઓમ નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા અરજણદાસ ઝુલવાણીએ શુક્રવારની સવારે ૫ વાગ્યે યાર્ડમાં હતા ત્યારે તેમની પાસે શાકભાજીનો થડો ધરાવતા અકતર હાસમ કચરા અને અલ્ફેઝ અલ્તાફ કચરાને તમારી શાકભાજી તમારી બાજુમાં લઈ લો તેમ કહેતા બંને શખ્સે ઉશ્કેરાઈ જઈને જય જુલવાણી સહિત સાહેદો ઉપર હુમલો કર્યાની ફરિયાદ એ ડીવીઝન થાણે જયકુમાર જુલવાણીએ નોંધાવતા વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કરમટાએ હાથ ધરી છે.

error: Content is protected !!