જૂનાગઢ ટીપી સ્કિમમાં જૂડાએ પણ ખોટી કાર્યવાહી કરી હશે તો તપાસ થશે : સીએમ

0

જૂનાગઢ મહાનગરપાલિકાના જુડા કચેરી દ્વારા ટીપી સ્કિ નં-પ, ૬, ૭, ૯ની જાહેરાત કરતા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરી ટીપી રદ કરવા માંગ કરી હતી. તેમ છતાં જૂડા કચેરી ટીપી સ્કિમ મંજૂર કરાવવા માંગે છે. ત્યારે ટીપી સ્કિમમાં જૂડા દ્વારા ખોટી કાર્યવાહી થઇ હશે તો થશે તપાસ કરવામાં આવશે તેવી સીમએ ખાત્રી આપી હોવાનું ભારતિય કિસાન સંઘે જણાવ્યું છે. સંઘના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગર પાલિકાની જૂડા કચેરી દ્વારા બહાર પડાયેલ ટીપી સ્કિમ નંબર-૫, ૬, ૭, ૯માં ખેડૂતોનો વિરોધ છે. જેને લઇને ભારતિય કિસાન સંઘ દ્વારા આંદોલન કરી ટીપી સ્કિમ રદ કરવાની માંગ કરેલ હતી. તેમ છતાં હાલમાં જૂડા કચેરીએ બોર્ડ બેઠક બોલાવી ટીપી સ્કિમ નંબર ૫ અને ૭ને સૈદ્ધાંતિક મંજૂરી માટે સરકારમાં મોકલાવેલ છે. જાેકે, ખેડૂતો- ભારતિય કિસાન સંઘ તેનો વિરોધ કરે છે તે વિષય ધ્યાને આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની ટીમને ગાંધીનગર બોલાવી તેમની ખેડૂતો પ્રત્યેની રજૂઆત અને ખેડૂતોનાં વાંધાઓની વિશેષ જાણકારી મેળવી હતી. બાદમાં હકારાત્મક ર્નિણય લેવામાં આવશે અને જૂડા કચેરી દ્વારા કઈ ખોટી કાર્યવાહી થઇ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ તકે ભારતિય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશ આર્ય, મહામંત્રી આર. કે. પટેલ, ઉપાધ્યક્ષ શામજી મિયાત્રા, રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ પ્રચાર પ્રમુખ મનસુખ પટોળીયાની ઉપસ્થિતી રહી હતી.

error: Content is protected !!