જૂનાગઢ જીલ્લામાં બુધવારે ધો.૧૦ની પરીક્ષામાં ૩૪૮૨ છાત્રોમાંથી ૬૩૬ ગેરહાજર

0

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૪ જૂનથી ૬ જુલાઇ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સની પૂરક પરીક્ષાનું આયોજન છે. જેમાં તારીખ ૩ને બુધવારના રોજ ધોરણ ૧૦માં બેઝીક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત અને સંસ્કૃત પ્રથમા વ્યાકરણમ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામના મૂળતત્વો, હિન્દી દ્વિતીયભાષા અને ધોરણ ૧૨ સાયન્સમાં જીવવિજ્ઞાન વિષયનું પેપર હતું. તેમજ બુધવારે પરીક્ષા દરમ્યાન એક પણ કોપીકેસ નોંધાયેલ નથી. જિલ્લા ડીપીઓ ભાવસિંહ વાઢેરે જણાવ્યું કે, તારીખ ૩ને બુધવારના રોજ ધોરણ ૧૦માં કુલ ૩૪૮૨ છાત્રોમાંથી ૬૩૬ ગેરહાજર, ૨૮૪૬ હાજર રહ્યા હતા. ધોરણ ૧૨ સાયન્સમાં જીવવિજ્ઞાનના પેપરમાં ૧૯૯ પરીક્ષાર્થીમાંથી ૧૪૧ હાજર, ૫૮ ગેરહાજર તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયમાં ૪૫૦ વિદ્યાર્થીમાંથી ૩૩૦ હાજર અને ૧૨૦ ગેરહાજર તથા હિન્દી દ્વિતીયભાષામાં ૬માંથી છ હાજર રહ્યા હતા.

error: Content is protected !!