પગના દુઃખાવાથી કંટાળીને રાવલના પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

0

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના ૫૫ વર્ષના કોળી પ્રૌઢને છેલ્લા પાંચેક વર્ષથી પગના ઘૂંટણમાં દુખાવો થતો હોય, આ દુઃખાવાની તેમણે ઘણા સમયથી દવાઓ લીધી હતી. તેમ છતાં પગનો આ દુખાવો મટતો ન હતો. જેથી કંટાળીને તેમણે ગઈકાલે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લાખાભાઈ પાલાભાઈ ગામી (ઉ.વ. ૨૬) એ દ્વારકા પોલીસને કરી છે.

error: Content is protected !!