દ્વારકા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં ૨૦૦ ટકાના તોતીંગ વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ઉગ્ર આક્રોશ સાથે આવેદન

0

દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા યાત્રાધામમાં નાના વેપારીઓ તથા રેકડીધારકો પાસેથી વસૂલાતું દૈનિક ભાડું ૧૦થી સીધું જ ૩૦ કરી દેતાં વેપારીઓ તથા રેકડીધારકોએ ઉગ્ર રોષ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું છે. દ્વારકા નગરપાલીકા દ્વારા નગરપાલીકા હદવિસ્તારમાં રેકડી ધારકો તથા નાના વેપારીઓ પાસેથી નગરપાલીકાની જગ્યાના ઉપયોગ બદલ ટેનિક વસૂલાતું ભાડું જે હાલ સુધી દસ રૂપિયા પ્રતિદિન હતું. આ દૈનિક ભાડામાં નગરપાલીકાએ તાજેતરમાં ઠરાવ પસાર કરી રાતોરાત બસ્સો ટકાના વધારા સાથે નવું ભાડું દૈનિક રૂપિયા ત્રીસ કરી દેવાતાં નાના વેપારીઓ તથા રેકડીધારકોમાં દેકારો મચી ગયો છે. દ્વારકાના નાના વેપારીઓ તથા મોટી સંખ્યામાં રેકડીધારકો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઈન મર્ચન્ટ એસોસીએશન. પાનમસાલા એસોસીએશન તથા ન્યુ વેપારી મંડળના આગેવાનો સહિત માર્કેટ ચોક, ભથાણ ચોક, ત્રણબતી ચોક, મહાજન બજાર, ગોમતી ઘાટ સહિત શહેરના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં કરાયેલ વધારાની વિરૂધ્ધ ઉગ્ર રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા નગરપાલીકા કચેરીએ આવેદનપત્ર પાઠવી આ ત્રણ ગણો ભાવવધારો પરત ખેંચવા માંગ કરી હતી.
વેપારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત
દ્વારકા નગરપાલીકા દ્વારા ઠરાવ પસાર કરી નાના વેપારીઓ પર ઝીકી દેવાયેલા ભાવવધારા સામે દ્વારકાના વિવિધ વેપારી સંગઠનો દ્વારા ગાંધીનગર નગર નિયામક કચેરી તથા રાજકોટ ખાતેની પ્રાદેશિક નગરતિયામક કચેરી તેમજ સ્થાનીય તથા જિલ્લાકક્ષાની કચેરીએ ભાવવધારો પસ્ત ખેંચતી રજૂઆતો કરી મનઘડત રીતે ઝીકી દેવાયેલ ભાવવધારો પરત ખેંચવા યોગ્ય આદેશો કરવા માંગ કરાઈ છે.

error: Content is protected !!