ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહેતા કમલેશભાઈ વિઠલાણીની બંને પુત્રીઓ દિશા અને જલ્પાએ સી.એ.ની કઠિન પરીક્ષા ઉતીર્ણ કરી છે.
ખંભાળિયામાં બિલ્ડર ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા કમલેશભાઈ વિઠલાણીની હોનહાર પુત્રીઓ દિશાબેન અને જલ્પાબેન વિઠલાણીએ થોડા સમય પૂર્વે લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં નોંધપાત્ર ગુણ સાથે પાસ થઈ અને વિઠલાણી પરિવાર સાથે સમગ્ર રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. જ્ઞાતિની બંને દીકરીઓ દિશાબેન વિઠલાણી અને જલ્પાબેન વિઠલાણીને સગા-સંબંધીઓ તેમજ જ્ઞાતિજનો દ્વારા અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.