ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

0
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 18000 સીસી રક્ત એકત્ર થયું હતું. જે બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું.
       આ કેમ્પના દરેક રક્તદાતાઓને બંને સંસ્થાઓ દ્વારા સ્મૃતિ ભેટ આપી, સન્માનિત કરાયા હતા અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માટે રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ તેમજ તેમની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
error: Content is protected !!