બે વર્ષ પૂર્વે ભાટીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: નાસીકનો આરોપી ઝબ્બે

0
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા એક આસામીની માલિકીના મેડિકલ સ્ટોરમાંથી વર્ષ 2022 ના સમયગાળામાં રૂપિયા 1,94,500 ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે જે-તે સમયે મીઠાપુરના રહીશ હરેશ ઉર્ફે છોટુ કાલિદાસ પ્રજાપતિની અટકાયત કરી લીધી હતી.
       આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી વધુ કાર્યવાહી બાદ અગાઉ આ પ્રકરણમાં મળેલી માહિતીના આધારે મૂળ નાસિકના રહીશ એવા સતીશ અશોકભાઈ પવાર નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું ખુલતા ભાણવડ પોલીસની ટીમે પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ રિસોર્સિસની મદદથી મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમાં રહેતા ફરાર એવા આરોપી સતીશ ઉર્ફે ચેત્યા અશોક પવારને ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.
error: Content is protected !!