ખંભાળિયાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ઘૂસ્યા ચામાચીડિયા: સેવા સંસ્થા દ્વારા રેસ્ક્યુ

0
ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગત મોડીરાત્રે આઈ.સી.યુ. વિભાગમાં બે ચામાચીડિયા ઘૂસી આવ્યા હતા. આ અંગેની જાણ હોસ્પિટલના સંચાલકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના સભ્યો હિરેનભાઈ ગોસાઈ, શેખરભાઈ, ક્રિશભાઈ, અને વિશેષભાઈ દેસાણી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બંને ચામાચીડિયાને પકડીને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા.
error: Content is protected !!