કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો બાયપાસ વાહન આવન-જાવન માટે ખૂલ્લો મૂકયો : ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો

0

કોડિનાર તાલુકાના ડોળાસા ગામે લાંબા સમયમાં ઇન્તજાર બાદ ફોર ટ્રેક રોડનો બાયપાસ વિધિવત ચાલુ કરી દેવાતા ડોળાસા ગામની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ડોળાસા ગામે છેલ્લા પાંચ વર્ષથી બાયપાસનું કામ ચાલી રહ્યું હતું પણ ધીમી ગતિના કામને કારણે આ કામ પૂરૂ થતું ન હતું. જેના કારણે મોટા અને વજનદાર વાહનો ગામમાં થઇને પસાર થતાં હતાં. જેથી ડોળાસા ગામની ટ્રાફિક સમસ્યા વધી ગઈ હતી અને વજનદાર વાહનોની અવર-જવરના કારણે ગામમાંથી પસાર થતો ડામર રોડ દર ચોમાસામાં બિસ્માર હાલતમાં મુકાયો હતો. આ વર્ષે પણ ગામનો રોડ તદન બિસ્માર હાલતમાં છે પણ ડોળાસાનો બાયપાસ ચાલું કરી દેવાતા વાહન ચાલકો અને ડોળાસા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ એક તરફનો રોડ બંને બાજુના વાહનોની અવર-જવરના માટે ચાલુ કરાયો છે.

error: Content is protected !!