સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું

0

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. મહેનતુ વિધાર્થીઓ આ પધ્ધતિનો સૌથી વધુ ભોગ બનતા હોય, દરેક ઉમેદવારને સમાન તક મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવા માંગ કરી છે. ઉમેદવારોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડીટર, સિનિયર સર્વેયર, મદદનીશ સિવિલ ઇજનેર, ગ્રાફિક ડિઝાઇનર સહિતની વિવિધ પરીક્ષાઓ CBRT પધ્ધતિથી લેવામાં આવી રહી છે. પરંતુ છેલ્લે લેવામાં આવેલી કેટલીક પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે. પરંતુ મલ્ટીલેવલ કંપનીઓ દ્વારા જે કોન્ટ્રાક્ટના કામો આપવામાં આવે છે તેમાં તેઓને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ હોતો નથી. આ ઉપરાંત ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. જેથી પેપર સેટ કરવા અને ચેક કરવા જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલ જાેવા મળે છે. વધુમાં જણાવ્યું છે કે એકથી વધારે શિફ્ટમાં લેવામાં આવતા પેપરોમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. પરિણામે કોઈ પેપર ખૂબ સહેલા અને કોઈ અત્યંત અઘરા નીકળે છે. ત્યારબાદ નોર્મલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો જળવાતા નથી. ગૌણ સેવા પસંદગી દ્વારા જે પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલે દરેક ઉમેદવારને નોર્મલાઈઝેશન મેથડ પહેલા અને આ મેથડ લાગુ કરાયા બાદ કોને કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા કે ઘટાડો થયો તેની દરેક માહિતી કેટેગરી અને માર્કસ વાઈઝ પ્રસિધ્ધ કરવામાં આવે તેવી માંગણી સાથે SSC CGL, IBPS, RRB, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરીટ યાદી પ્રસિધ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે નહીં ? તેવો પ્રશ્ન ઉઠાવાયો છે.

error: Content is protected !!