ખંભાળિયા : સગીરાના અપહરણ પ્રકરણના પાકા કામના ફરાર આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધો

0

ખંભાળિયામાં આવેલા યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વીરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના શખ્સ સામે આશરે બે વર્ષ પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં એક સગીરાના અપહરણ સબબ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા નામદાર અદાલત દ્વારા આરોપી મનોજ ઉર્ફે મનીયો કેસરીને દસ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજકોટ જિલ્લા જેલમાં રહેલા ઉપરોક્ત આરોપીને સાત દિવસની પેરોલ રજા મળતા તેને તારીખ ત્રીજી જુલાઈના રોજ પરત હાજર થવાનું હતું. તેના બદલે પેરોલનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ તે પરત હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, અરજણભાઈ મારૂ તથા ગોવિંદભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઇ, તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

error: Content is protected !!