ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

0

કલેકટર જૂનાગઢના માર્ગદર્શન તેમજ પ્રાંત અધિકારી વંથલીના વડપણના તળે માણાવદર તાલુકામાં પડેલ ભારે વરસાદ દરમ્યાન રાહત અને બચાવ કામગીરી અન્વયે કે.જે. મારૂ, મામલતદાર, માણાવદર તેમજ કે.સી. સોલંકી નાયબ મામલતદાર(ડીઝાસ્ટર)એ કરેલ ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે તાલુકમાં પડેલ ભારે વરસાદના કારણે ફસાયેલ ૪૮ જેટલી વ્યક્તિઓને એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ હોમગાર્ડના જવાનોને સાથે રાખી રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવાની તેમજ નીચાણ વાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરાવવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટર જૂનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

error: Content is protected !!