જૂનાગઢમાં પ૦ ટકા કામ પૂર્ણના ધજાગરા : માણાવદર-વંથલી હાઈવેમાં ખુલ્લેઆમ લોટ, પાણીને લાકડા જેવી કામગીરી કરી પ્રજા સાથે છેતરપિંડી કરતું તંત્ર

0

ખુદ સરકારી તંત્ર કાંકરા નાખી ખાડા બુરીયાનું બતાવી સરકાર સાથે છેતરપિંડી જાેવા મુખ્યમંત્રીને પ્રજાનું આહવાન : અનેક મોટા ખાડા યથાવત બીલો બનાવવા મોટું કારસ્તાન ?

oppo_34

માણાવદર-વંથલી હાઈવે કહેવાય પરંતુ તે હાઈવે કહેવા લાયક રહ્યું નથી. થીગડા ઉપર થીગડા મારી-મારીને હાઈવે જેવું નામ તંત્રએ રહેવા દીધુ નથી. ઉપરથી ૧૦ વર્ષમાં થીગડાના બિલો ચુકવ્યા તેમ પ્રજાજનોમાંથી ફરિયાદો ઉઠી છે. બિલો બનાવવાનું મોટું કરાસ્તાન ? ફરી એકવાર હાઈવેમાં ખુલ્લેઆમ લોટ, પાણી અને લાકડા જેવી કામગીરી કરી પ્રજા સાથે ખુલ્લેઆમ છેતરપિંડી તંત્ર કરતું હોવાની પ્રજાજનોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખુદ તંત્ર કહે છે જૂનાગઢ જીલ્લામાં પ૦ ટકા કામ પૂર્ણ થયાની વાતો માણાવદર-વંથલી હાઈવે એ કામ પૂર્ણ થયાની પોલ ખોલી છે. જાે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીજીલન્સ સ્થળ તપાસ હાઈવેની કરાવે તો વાસ્તવિક સ્થિતિ જાેવા મળે તેમ છે. તંત્ર કે જે સરકારી તંત્ર કાંકરા નાખી ખાડા બુરીયાનું બતાવી સરકાર સાથે છેતરપિંડી તો થઈ હોવાની ચર્ચા પ્રજાજનો કરી રહ્યા છે તે જાેવા મુખ્યમંત્રીને પ્રજાજનોનું આહવાન કરે છે. અનેક ખાડા યથાવત કેમ ? તેવા સવાલો ઉઠ્યા છે.

error: Content is protected !!