જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ૨૪મો સરસ્વતી સર્વ જ્ઞાતિ સન્માન સમારંભ યોજાયો

0

ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ૪૨૦૦ સીસી રક્ત એકઠું થયું

જૂનાગઢમાં તારીખ ૮-૯-૨૦૨૪ના રોજ સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢીયા વાડી ખાતે ૨૪મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. શરૂઆતમાં અંધ કન્યા છાત્રાલયની અંધ દિકરીઓ દ્વારા માં ભગવતિ સરસ્વતી વંદનાનું સમુહ ગાન કર્યું હતું. આ સરસ્વતી સન્માન સમારંભના ઉદ્‌ઘાટક તરીકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દાતા પ્રવિણાબેન ગિરીશભાઈ ચોકસી, કે. જે. નિદાન કેન્દ્રના પ્રમુખ ભાવિનભાઈ છત્રાળા તેમજ લોઢિયાવાળીના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ રાણીંગાએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સરસ્વતી સન્માન સમારંભમાં શિક્ષણવિદ કે. ડી. પંડ્યાએ જણાવેલ કે મનુષ્ય ઉપર પરમાત્માની અશિમ કૃપા હંમેશા રહેલી છે, હંમેશ માટે નિરાશા અને હતાશા ખંખેરી સતત શુભ ચિંતન કરો અને તમે કરેલા ઉત્તમ વિચાર જ સમાજને ઊંચાઈએ લઈ જશે. તેમ જણાવી વિદ્યાર્થીઓની સફળતાની પ્રશંસા કરી હતી અને સાથે સાથે સંસ્થાના સેવાભાવી કાર્યકરોની પણ સરાહના કરી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાજ સેવા કરવી એ ખૂબ જ અઘરી છે. આજના આ સેવાયજ્ઞમાં સેવા કરતા લોકોને મારા હૃદયથી વંદન કરૂ છું. કે.જે. હોસ્પિટલના પ્રમુખ ભાવિનભાઈ છત્રાળાએ જણાવ્યું હતું કે તમે પુરૂષાર્થ કરશો તો ક્યારેક તમારી નિષ્ફળતા પણ સફળતાની મોટી ચાવી બની જશે. તેના થકી આપણી પ્રગતિના દ્વાર આપવા ખુલી શકે છે. નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પડેલ વિશાળ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક શિક્ષક જ અથવા તો શિક્ષણવિદ જ તેના માટે સર્વોપરી ગુરૂ હોય છે. તેમનું તમામ ઘડતર એક શિક્ષકના હાથમાં હોય છે. વિદેશમાં જતાં બાળકોને કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે અહીં માં બાપ સાથે તમે સહવાસ માણો એ સાચો સેવા ઘડતરનો અને શિક્ષણનો ભાગ છે. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ યુવાનોને વ્યસનથી અને મોબાઈલથી દૂર રહેવા સાચી શીખ આપી હતી તેમજ વ્યસનથી જાેજન દુર રહેવા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો જે ગિરનાર ગ્રુપના સહયોગથી ૪૨૦૦ સીસી રક્ત એકઠું થયું હતું. આ સરસ્વતી સમારંભમાં સર્વ જ્ઞાતિના ધોરણ ૮ થી ૧૨ના ૬૦૦ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી શૈક્ષણિક ૪૪ વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. જેમાં ૧ થી ૫ નંબર ( ધો.૮,૯,૧૧) અને નંબર ૧ થી ૮( ધો. ૧૦,૧૧ ) મેળવનાર મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓને મેડલ, શિલ્ડ સન્માનપત્ર, સ્કુલ બેગ વગેરે દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે પાંચ શ્રેષ્ઠ શિક્ષકો નુ સન્માન કરેલ એ પ્રકારે આ વર્ષે કલાક્ષેત્રમાં સફળતા હાંસલ કરેલ કલાકારોનું સન્માન કરવાનુ નક્કી કરેલ. જેમાં સંસ્થા દ્વારા લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, ઢોલકના બેતાબ બાદશાહ હાજીભાઈ રમકડું અને કોયલ જેવો કંઠ ધરાવનાર જૂનાગઢના જાણીતા લોક ગાયિકા નીરૂબેન દવેનું સન્માનપત્ર, સાલ અને મોમેન્ટો આપી સંસ્થા દ્વારા કલાની કદર કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ દાતા અને અતિથિ વિશેષ બાબુભાઈ લાઠીયા, કલ્પિતભાઈ નાણાવટી, જી.પી. કાઠી, કે.ડી. પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જાેશી, યતીનભાઇ કારીયા, ભોગીભાઈ ભટ્ટ, નાગભાઈ વાળા, પૂ. રવિભાઈ શાસ્ત્રી, ડો. પાર્થભાઈ ગણાત્રા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, ચિરાગભાઈ કડેચા, પ્રશાંતભાઈ ભરડવા, અમુભાઈ પાનસુરીયા, ગીરીશભાઈ મશરૂ, અભયભાઈ ચોકસી, મુકેશગીરી એસ. મેઘનાથી, સમીરભાઈ દતાણી, નરેન્દ્રભાઈ ઘુચલા, નલીનભાઈ આચાર્ય, હરસુખભાઈ વઘાસિયા, દીપલભાઈ રૂપારેલીયા, અજીતભાઈ ચુડાસમા, વિજયાબેન લોઢીયા, સુશીલાબેન શાહ, ભાવનાબેન પોશીયા, ગાયત્રીબેન જાની, જયશ્રીબેન વેકરીયા, આધ્યાશક્તિબેન મજમુદાર, ડો.બીનાબેન વંશ, પુષ્પાબેન પરમાર, પૂજાબેન કારીયા, ર્નિમળાબેન ધકાણ, અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલીયા, રાજેશભાઇ ચુડાસમા, ગુજરાત દિવ્યાંગ મંચના પ્રમુખ રમેશભાઇ કોરાટ, જેતપુરથી હરીશભાઈ મણીયાર વિગેરે આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી કાર્યક્રમને દિપાવવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ઉજવળ બનાવવા માટે અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, કે.એસ. પરમાર, મુળુભાઈ જાેગલ, મુકેશભાઈ પાંડવ, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, કેતનભાઇ નાંઢા, કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, રણછોડભાઈ ગોડફાડ, કમલેશ ટાંક, મનોજભાઈ સાવલિયા વગેરે સેવાભાવી સંસ્થાના કાર્યકરો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ દર વખતે લોઢીયાવાળી ફ્રી આપવામાં આવે છે. એ બદલ લોઢિયાવાળીના તમામ ટ્રસ્ટીઓ તેમજ આ કાર્યક્રમમાં યોગદાન આપનાર સર્વે દાતાઓ, મહાનુભાવો તેમજ સેવાભાવી કાર્યકરોનો તમામ ટ્રસ્ટીઓ વતી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!