ખંભાળિયામાં એકતા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0

ખંભાળિયાના સતવારા વાડ ખાતે યુવકોની ટીમ દ્વારા એકતા યુવક મંડળના નેજા હેઠળ વિવિધ તહેવારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં આકર્ષણરૂપ એવા ગણપતિ મહોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી. શનિવારે એકતા યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિને બુધવારે પાંચમા દિવસે ભાવભરી રીતે વિદાય આપવામાં આવી હતી. જેમાં યુવક મંડળના કાર્યકરોએ સફેદ વસ્ત્રો સજ્જ થઈને વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે ગણપતિજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તથા આસપાસના લતાવાસીઓ પણ જોડાયા હતા.

error: Content is protected !!