ભગવાન અને ભક્તની શ્રદ્ધા વિશે અસંખ્ય વખત સાંભળ્યું હશે. ભગવાન પ્રત્યે વિવિધ શ્રદ્ધા સાથે ભક્તો ભાવથી ભકિત કરતા હોય છે. ભગવાનની ભક્તો વિવિધ માસ પ્રમાણે પુજા અર્ચના આરાધ કરતા હોય છે. ત્યારે વાત કરીએ માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આવેલ ફુલેશ્વર મહાદેવની જે મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે. જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને ભક્તોની મનોકામના પુર્ણ થાય છે એવું અસંખ્ય શ્રદ્ધાળુઓ માને છે. વાત કરીએ ફુલરામા ગામના ગોવિંદભાઈ સીદિભાઈ કિંદરખેડિયા જે ફુલેશ્વર મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. જેમણે સંકલ્પ કર્યો કે મારે જૂનાગઢ દામોદર કુંડથી ફુલેશ્વર મહાદેવ મંદિર ફુલરામા ઘેડ સુધી પદયાત્રા કરી ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરવો છે. જેના સંકલ્પ વિશે એમના કુટુંબીજનો અને મિત્રોને જાણ કરી તો એમણે પણ તેમના સંકલ્પને વધાવી તેમની સાથે પદયાત્રામાં જોડાવા સહમતી દર્શાવી જેમાં રમેશભાઈ, વિજયભાઈ, કમલેશભાઈ, પાંસાભાઈ, સુખદેવગીરી, મનસુખગીરી, શિવમગીરી તથા ગીરશગીરી સહિત પદયાત્રામાં જોડાયા હતા. જે જૂનાગઢ દામોદર કુંડથી જલ ભરીને પગપાળા જૂનાગઢથી ૬૫ કિલોમીટર દૂર ફુલરામા ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ફુલેશ્વર મહાદેવ જલ અભિષેક કરી ગોવિંદભાઈએ સંકલ્પ પુર્ણ કરી ધન્યતા અનુભવી હતી.